બાહુબલી 2 ક્લાઈમેક્સ સીન થયો લીક, ગ્રાફિક્સ ડિઝાઈનરની ધરપકડ
abpasmita.in | 22 Nov 2016 08:50 PM (IST)
નવી દિલ્લી: હિટ ફિલ્મ બાહુબલીની સિક્વલ બાગુહલી 2 નું નવ મિનિટ લાંબુ વોર સીક્વેંસ ઈંટરનેટ પર લીક થયું છે. આ ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજમૌલીએ હૈદરાબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના પગલે પોલીસે એક ગ્રાફિક્સ ડિઝાઈનરની ફિલ્મની ફુટેજ ચોરી કરવા મામલે ધરપકડ કરી છે. ફિલ્મની ટીમને ખબર પડી કે ઈંટરનેટ પર ફિલ્મનો ક્લાઈમેક્સ સીન લીક થયો છે તેઓ હરકતમાં આવી ગયા હતા. તેમણે તેના વિરૂધ્ધમાં રિપોર્ટ સોંપી આ સીનને ઈંટરનેટ પરથી દૂર તો કર્યો પરંતુ ત્યાં સુધીમાં ધણા લોકોએ આ જોઈ ચુક્યા હતા અને સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ ચુકી હતી. આ ઓનલાઈન લીક મામલે જવાબદાર ગ્રાફિક્સ ડિઝાઈનરને જુબલી પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી હતી. આ વ્યક્તિ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં કામ કરતો હતો.