Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બાહુબલીએ ત્રીજા દિવસે જ ભારતમાં કમાણીમાં 450 કરોડનો આંક પાર કર્યો, બીજા દેશોમાં પણ કરી કેટલી જંગી કમાણી? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્લ્ડ વાઈડ લગભગ 9000 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ છે. આ ફિલ્મ મૂળ તેલુગુમાં બની છે અને હિંદી સહિત બીજી છ ભાષાઓમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા, દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસિર, સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકામાં બાહુબલીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. અમેરિકામાં બીજા દિવસે 50 કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
બીજા દિવસે બાહુબલીએ ભારતમાં 285 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે અમેરિકામાં 52.5 કરોડ રૂપિયા અને અન્ય દેશમાં 45 કરોડ રૂપિયા મળીને બીજા દિવસે કુલ 382 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
નવી દિલ્હીઃ બાહુબલી-2 ફિલ્મએ રીલિઝ થતાના ત્રણ દિવસમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બાહુબલી-2 ફિલ્મએ ત્રણ દિવસમાં ભારતમાં 450 કરોડની કમાણી કરી લીધી છે. બાહુબલીએ પ્રથમ દિવસે 121 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝનમાં 41 કરોડ અને તેલુગુ, તમિલ, મલયાલમ વર્ઝનમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરવાનો રેકોડ આમિર ખાનની પીકેના નામે છે. જેણે 792 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ન્યૂઝીલેન્ડમાં પણ બાહુબલીએ 93 લાખ રૂપિયાની કમાણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -