આજથી આ 5 શહેરમાં દરરોજ બદલાશે પેટ્રોલ-ડિઝલની કિંમત
ડીલરોને એ વાતને લઈને પણ શંકા છે કે, જો આ પરિયોજના કેટલાક શહેરોમાં લાગુ થશે તો આ દરમિયાન આસપાસના શહેરોમાં કિંમતોમાં ફેરફાર વેપારમાં કેટલાક પ્રકારની વિસંગતતા પેદા કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ પ્રોજેકટને કાયમી ધોરણે સમગ્ર દેશમાં લાગુ કરવા માટે પેટ્રોલિયમ ડિલર્સોને કેટલીક મુશ્કેલી આવી રહી છે. તેમનું કહેવું છે કે, રાજયવાર ટેકસ કેલ્કયુલેશનની સાથે રોજેરોજની કિંમતોનું મેન્યુઅલ સેટિંગનું કામ તેઓ હાથ પર નહીં લે અને જો સરકાર આ પ્રોજેકટને સમગ્ર દેશમાં સેન્ટ્રલી કમાન્ડની સાથે ઓટોમેટિક મોડમાં લાગુ કરવા ઈચ્છતી હોય તો ડિવાઈસો લગાવવાનો ખર્ચ સરકારે ચૂકવવો પડશે.
સરકારનું માનવું છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતમાં રોજ ફેરફાર કરવાથી ડોલર અને ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉતાર ચડાવને કારણે થતું નુકસાન ઘટાડી શકાશે. કિંમત એક સાથે વધારવા ઘટાડવાથી મુક્તિ મળશે. કિંમતને લઈને રાજનીતિક દબાણ નહીં આવે. જણાવીએ કે, વિકસિત દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમત રોજ નક્કી થાય છે.
આ સ્કીમ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ ત્રણેય કંપનીઓ લાગુ કરશે. જે શહેરમાં શરૂઆતમાં આ યોજના લોન્ચ થશે તેમાં પુડુચેરી, ઉદયપુર, જમશેદપુર, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ સામેલ છે. આ પાંચ શહેરમાં કુલ 200 પંપ છે. યોજના સફળ થયા બાદ સમગ્ર દેશમાં લાગુ થશે. હાલમાં તમામ ઓઈલ કંપનીઓ દર 15 દિવસે કિંમતોની સમીક્ષા કરે છે.
નવી દિલ્હીઃ જો તમે દર 15 દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતાં ભાવ વધારા અને ઘટાડાને કારણે પરેશાન છો તો તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કારણ કે આજથી એટલે કે 1મેથી દેશના 5 રાર્જોયમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રોજ ફેરફાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -