ફીના મામલે પ્રભાસથી પણ મોટા 'બાહુબલી' નીકળ્યા આ વ્યક્તિ...
6. 'બાહુબલી' પ્રભાસને ફિલ્મમાં કામ કરવા માટે 25 કરોડ રૂપિયાની રકમ મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5. બાહુબલીમાં ભલ્લાલ દેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીએ ફિલ્મમાં કામ કરવા માટે 15 કરોડ રૂપિયાની રકમ લીધી છે.
4. અવંતિકા (તમન્ના ભાટિયા)એ બાહુબલીમાં કામ કરવા માટે 5 કરોડ રૂપિયાની ફી લીધી છે.
3. અનુષ્કા શેટ્ટીએ એટલે કે દેવસાનેએ બાહુબલીમાં કામ કરવા માટે 5 કરોડ રૂપિયાની રકમ લીધી છે.
2. માહિષ્માતિ સામ્રાજ્યની રાજમાતા શિવગામી દેવી (રમ્યા કુષ્ણન)એ ફિલ્મમાં કામ કરવા માટે 2.5 કરોડ રૂપિયાની ફી લીધી છે.
1. કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજને બાહુબલીમાં કામ કરવા માટે 2 કરોડ રૂપિયાની ફી લીધી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલી 2એ અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલીની આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાથી વધારે કમાણી કીર છે. રિલીઝના 10 દિવસની અંદર આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા. આ ફિલ્મને વિશ્વભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રભાસે પૂરા 5 વર્ષ આ ફિલ્મને આપ્યા.
આ દરમિયાન પ્રભાસે એક પણ અન્ય ફિલ્મ સાઈનવ કરી ન હતી. પ્રભાસે આ ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા લીધા છે. પરંતુ કમાણી અને ફીના મામલે બાહુબલી કરતાં પણ વધારે કોઈ અન્ય વ્યક્તિએ લીધા છે. પ્રભાસ કરતાં વધારે ફી ડાયરેક્ટર એસએસ રાજામૌલીને મળી છે. પ્રભાસને 25 કરોડ તો એસએસ રાજામૌલીને આ ફિલ્મ માટે 28 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મના નફામાં કેટલોક હિસ્સો હાજામૌલીને મળશે. આવો જાણીએ ફિલ્મમાં કામ કરતાં ક્યા કલાકારને કેટલા રૂપિયા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -