#Bahubali 2: કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનું સત્ય આવ્યું સામે, જાણો
આ બોન્ડ ત્યારે ભરાવવામાં આવ્યા જ્યારે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તે સવાલના જવાબને શૂટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ બોન્ડમાં એપણ સ્પષ્ટ હતું કે આ માહિતી લીક કરવા પર નાણાંકીય પેનલ્ટી અને સજા બન્ને થઈ શકે છે. ઘણાં દિવસો સુધી સેટ પર અમારો ફન ઓફ કરાવી દેવામાં આવતો હતો. કારણ કે મૂવીની સમગ્ર મજા કે હાઈપ આ સવાલના જવાબમાં જ હતી એવામાં ડાયરેક્ટરને ડર હતો કે ક્યાંક માહિતી લીક થશે તો તગડું નુકસાન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂવીના એક ક્રૂ-મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ સીનને શૂટ કરવાનેલઈને ડાયરેક્ટર-પ્રોડ્યૂસરે ખૂબજ ગુપ્તતા જાળવી હતી. શૂટિંગ દરમિયાન કેટલીક માહિતી લીક પણ થઈ હતી. જેના કારણે અંદાજે 150 ક્રૂ-મેમ્બર્સ પાસે બોન્ડ ભરાવીને ગુપ્તતાની શપથ અપાવવામાં આવી હતી.
ફિલ્મના લખનાર વિજયેન્દ્રએ જણાવ્યું કે, પહેલા અમે કટપ્પા અને બાહુબલીના આ ડ્રામેટિક સીનને કહાનીમાં એડ કર્યો ન હતો. પરંતુ જ્યારે મૂવી ક્રૂએ ફિલ્મમાં ડ્રામા એડ કરવાનું કહ્યું ત્યાર બાદ આ સીન સૌથી છેલ્લે જોડવામાં આવ્યો. જો ફિલ્મમાં માગ ન હોત તો ભાગ્યે જ આ સવાલ વાયરલ થાત કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? આજે તે મૂવીની જાન છે.
હિન્દી સમાચાર વેબસાઈટને બાહુબલી-2ના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ટોરી રાઈટરે આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત સામે આવી છે. બાહુબલીની શરૂઆતની સ્ક્રિપ્ટમાં કટપ્પા દ્વારા બાહુબલીને મારવાની કોઈ યોજના ન હતી. આ સીનની જગ્યાએ કહાની કંઈક બીજું જ હતું.
મુંબઈઃ 270 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બાહુબલી-2 આજે રિલીઝ થઈ રહી છે. પ્રથમ ભાગ રિલીઝ થયાના 22 મહિના બાદ આજે બીજો ભાવ રિલીઝ થઈ રહ્યો છે અને તેની સાથે જ લોકોને ખબર પડી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જોકે આ સવાલનો જવાબ એક જ લાઈનમાં આપવો હોય તો તે છે કે કટપ્પાએ રાજમાતા શિવગામીના કહેવા પર બાહુબલીને માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -