✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બાહુબલી' પ્રભાસે 18 કરોડ રૂપિયાના જાહેરખબર કોન્ટ્રાક્ટ ઠુકરાવ્યા, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2017 10:19 AM (IST)
1

2

પ્રભાસે આ કોન્ટ્રાક્ટ ઠુકરાવ્યા છે તેનું કારણ એ છે કે તેની ઈચ્છા હમણાં કામ કરવાની નથી. પ્રભાસ છેલ્લાં પાંચ વર્ષથી 'બાહુબલી' પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. 'બાહુબલી' સિવાય તેણે બીજી કોઈ ફિલ્મ પણ પાંચ વર્ષમાં નથી કરી. હવે તે એક મહિનો આરામ કરીને પાંચ વર્ષનો થાક ઉતારવા માગે છે. મહિનાના આરામ પછી તે પોતાની આગામી ફિલ્મ 'સાહો' પર ધ્યાન કેન્દ્રિત કરશે. એ દરમિયાન તે જાહરખબરો કરી શકે છે પણ અત્યારે તો તે તૈયાર નથી.

3

આનેક ઓફર્સ મળવા છતાં પ્રભાસે અત્યાર સુધી માત્ર એક કાર કંપનીની જાહેરાત માટે હા પાડી છે. હાલમાં ફિલ્મ રિલીઝ બાદ પ્રભાસ લાંબી રજા પર અમેરિકા ગયા છે. તેના પ્રવક્તાએ એ પણ કહ્યું કે, સતત અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ હાલમાં તેમણે શાહો ઉપરાંત કોઈપણ ફિલ્મ માટે હા પાડી નથી. શાહોનું શૂટિંગ જુલાઈથી શરૂ થશે. શાહો ત્રણ ભાષામાં રિલીઝ થશે અને સાથે જ પ્રભાસના ફેન્સ તેની આગામી ફિલ્મમાં આતૂરથી રાહ જોઈ રહ્યા છે.

4

જોકે, પ્રભાસને બાહુબલીની બાકીની રકમ પણ મળી ન હતી અને ન તો તેણે કોઈ અન્ય પ્રોજેક્ટ સાઈન કર્યો હતો. તેમ છતાં તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન બાહુબલી પર જ કેન્દ્રિત કર્યું. રાજામૌલીએ જણાવ્યું કે, પ્રભાસે પોતાના મેનેજરને એ નિર્દેશ આપ્યો હતો કે તે પ્રોડ્યૂસર પાસે કોઈપણ પ્રકારની ડિમાન્ડ ન કરે અને જે પણ મળે છે તે લઈ લે.

5

આજે દુનિયાભરમાં પોતાના સફળતાના જોરે પ્રભાસ સાથે કાપડ, ફિટનેસ અને એફએમસીજી પ્રોડ્ક્ટ્સ સાથે જોડાયેલ અનેક બ્રાન્ડે સમ્પર્ક કર્યો હતો, પરંતુ તે પોતાના લક્ષ્યથી બિલકુલ પણ ન ડગમગ્યા અને તમામને ના પાડી દીધી. ફિલ્મના ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલી ખુદ પ્રભાસના આ કમિટમેન્ટને જોઈને અભિભૂત થઈ ગયા. તેમણે જણાવ્યું કે, નાણાંકીય મુશ્કેલી હોવા છતાં પ્રભાસે બાહુબલીના કમિટમેન્ટને ખૂબ જ ઇમાનદારી સાથે નિભાવ્યું.

6

નવી દિલ્હીઃ પોતાન એક્ટિંગ અને વીરતાનું કૌશલ્ય સ્ક્રીન પર બતાવનાર બાહુબલી પ્રભાસ ફેન્સની સાથે સાથે લગભગ તમામ બ્રાન્ડને પણ આકર્ષિત કરી રહ્યા છે. હવે દરેક બ્રાન્ડ તેની સાથે જોડાવા માગે છે. તમને જાણતા જ હશો કે આ 37 વર્ષીય એક્ટર પ્રભાસે પોતાના 5 વર્ષ માત્ર બાહુબલી માટે સમર્પિત કર્યા હતા, પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ ફિલ્મ માટે પ્રભાસે 18 કરોડ રૂપિયાની જાહેરાતની પણ ના પાડી દીધી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 'બાહુબલી' પ્રભાસે 18 કરોડ રૂપિયાના જાહેરખબર કોન્ટ્રાક્ટ ઠુકરાવ્યા, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.