બાહુબલીના ડાયરેક્ટરના પુત્રએ કરી સગાઈ, ડિસેમ્બરમાં થઈ શકે છે લગ્ન, જુઓ તસવીરો
કાર્તિકેયે તેના ટ્વિટમાં સગાઇમાં આવેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. તેણે મંગેતર પૂજા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, ‘જિંદગીની નવી ઈનિંગ શરૂ કરવાને લઈ ખૂબ ઉત્સાહિત છું. મને આટલો પ્રેમ આપવા બદલ આભાર.’
ઉલ્લેખનીય છે કે તેલુગુ ઈન્ડસ્ટ્રીઝમાં હાલ લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે. પૂજા એક ફેમસ સિંગર છે. પૂજાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ડિવોશનલ સોન્ગ ગાયા છે. અહેવાલ મુજબ બંને ચાલુ વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કરી લેશે.
ચેન્નઈઃ બોક્સઓફિસ પર ટંકશાળ પાડનારી મેગાબ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલીના દીકરા કાર્તિકેયે સગાઇ કરી લીધી છે. સગાઈ સાઉથના એક્ટર જગપતી બાબુની ભત્રીજી પૂજા પ્રસાદ સાથે થઈ છે. રિંગ સેરેમનીમાં રાજામૌલીના નજીકના સંબંધીઓ જ સામેલ થયા હતા. મહેમાનોના લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના નાના દીકરા અખિલ અક્કિનેની પણ સામેલ થયા. કાર્તિકેયે તેની સગાઇના અહેવાલ ટ્વિટર પર આપ્યા હતા.
રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆરનું શૂટિંગ ટૂંક સમયમાં ચાલુ થશે. ફિલ્મમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના બે સુપરસ્ટાર જૂનિયર એનટીઆર અને રામચરણ તેજા મુખ્ય રોલમાં રહેશે.