Baahubaliને પણ ટક્કર આપે તેવી મોંઘી ફિલ્મ બની રહી છે, બજેટ સાંભળીને ચોંકી જશો!

ફિલ્મ માટે દુનિયાભરના બેસ્ટ ટેક્નિશિયન્સની મદદ લેવામાં આવશે. ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થશે અને તેને આગામી વર્ષે રિલીઝ કરવાની તૈયારી છે.
આ ફિલ્મની જાણકારી વિક્રમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. રસપ્રદ વાત એ છે કે, સાઉથનો સુપરસ્ટાર આ વખતે ફિલ્મને હિન્દીમાં લઈને આવી રહ્યો છે. વિક્રમે કર્ણની એક તસવીર શેર કરતા લખ્યું કે, ‘સૂર્યાસ્ત થયા બાદ સૂર્યોદય થાય છે, મહાવીર કર્ણ હિન્દી મેગનમ ઓપસ. એક્ટર ચિયાન વિક્રમ, ડિરેક્ટર આર. એસ. વિમલ. પ્રોડ્યૂસર યૂનાઈટેડ ફિલ્મ કિંગડમ, ન્યૂયોર્ક, મહાવીર કર્ણ.’
નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર વિક્રમ કંઈપણ કરે તો તે હટકે હોય છે. હવે તે એવી ફિલ્મ કરવા જઈ રહ્યા છે જે સુપર હીટ ગયેલી ફિલ્મ બાહુબલીથી કંઈ ઓછી ઉતરતી નહીં હોય. તે સૂર્ય પુત્ર કર્ણના જીવન પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મનું નામ છે મહાવીર કર્ણ. આ ફિલ્મનું નિર્દેશન આર. એસ. વિમન ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ ‘મહાવીર કર્ણ’ છે.