‘બાહુબલી’ પ્રભાસ સાથે લગ્નને લઈને આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, આ વાતની જોઈ રહી છે રાહ...
પ્રભાસે કહ્યું કે, હું ખુશ છું કે લોકો મને આટલો પસંદ કરે છે. પરંતુ મારી ફીમેલ ફેન્સે પરેશાન થવાની જરૂર નથી કારણ કે હાલમાં લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે કહ્યું કે, હું જીવનમાં તેની રાહ જોઈ રહી છું જેને હું પસંદ કરું. મને સારું લાગે છે જ્યારે લોકો મારા લગ્નને લઈને આટલો રસ દાખવી રહ્યા છે.
પ્રભાસે કહ્યું કે, પહેલા મને આ પ્રકારના અહેવાલ વાંચીને ખરાબ લાગતું હતું કે આખરે આવું કોઈ કેવી રીતે લખી શકે? પરંતુ મને હવે આ બધુ સામાન્ય લાગે છે.
અનુષ્કાએ કહ્યું પ્રભાસ અને હું સારા મિત્ર છીએ. પરંતુ તેનાથી આગળ કશુ જ નથી.
અનુષ્કાએ પોતાના સંબંધને લઈને પ્રભાસ પણ પહેલા સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેણે કહ્યું હતું કે, મને આશા હતી કે મારું નામ કો સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે જોડવામાં આવશે. જ્યારે કોઈ એક્ટર સતત એક જ ફીમેલ એક્ટ્રેસ સાથે બેથી વધારે ફિલ્મમાં કામ કરે છે ત્યારે આ પ્રકારની અફવા એ સામાન્ય બાબત છે.
બાહુબલી પ્રભાસના લગ્નના અહેવાલ ફરી ચર્ચામાં છે. હાલમાં તેના અંકલે પોતાના જન્મદિવસ પર જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષે લગ્ન કરી લેશે. જોકે તેણે એ જણાવ્યું ન હતું કે પ્રભાસ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બાહુબલીમાં પ્રભાસની કો સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથેના અહેફરના અહેવાલ બહાર આવ્યા હતા. હવે અનુષ્કાએ પ્રભાસ સાથે લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -