બાહુબલી-2એ બે જ દિવસમાં કરી 200 કરોડની કમાણી છતાં હજુ નથી નિકળ્યો પ્રોડક્શનનો ખર્ચ, જાણો વિગત
મુંબઇઃ બાહુબલી-2 ફિલ્મએ રીલિઝ થતાના બે દિવસમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બાહુબલી-2 ફિલ્મએ બે દિવસમાં ભારતમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. બાહુબલીએ પ્રથમ દિવસે 121 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝનમાં 41 કરોડ અને તેલુગુ, તમિલ, મલયાલમ વર્ઝનમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ વિવેચક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વિટર પર ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણીની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ‘સુલ્તાને’ પહેલા દિવસે 36.54 કરોડ અને ‘દંગલે’ 29.78 કરોડ કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટના આંકડાઓ પ્રમાણે, પ્રથમ દિવસે જ બાહુબલી 2નો વર્લ્ડ ગ્રોસ કલેક્શન 201 કરોડ રૂપિયા હોઇ શકે છે. ફિલ્મ 3 દિવસમાં ફક્ત ભારતમાં જ 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.
ફિલ્મમેકર કરણ જોહરે ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ અગાઉ સલમાન ખાનની ફિલ્મ સુલતાને પ્રથમ દિવસે 36.54 કરોડ રૂપિયા અને આમિર ખાનની દંગલ ફિલ્મે 29.78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્લ્ડ વાઈડ લગભગ 9000 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ છે. આ ફિલ્મ મૂળ તેલુગુમાં બની છે અને હિંદી સહિત બીજી છ ભાષાઓમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા, દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસિર, સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -