આણંદઃ NRI વિદ્યાર્થીનીને અફઘાન યુવકે આપી અશ્લીલ તસવીરો પિતાને મોકલવાની ધમકી, જાણો પછી શું થયું ?
હોસ્ટેલમાં તેની મુલાકાત અફઘાનિસ્તાનના કાબુલના અબુઝર મોહમ્મદ હુસૈન રોશન સાથે થઈ હતી. મુલાકાત મિત્રતામાં પરિણમી હતી. બંને વચ્ચે મોબાઈલ ફોન નંબરની આપ-લે થઈ હતી. થોડા સમય બંને વચ્ચે મિત્રતા રહ્યા બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા યુવતીએ તેની સાથેની મિત્રતા તોડી નાંખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે યુવતી દ્વારા કોલેજમાં રજૂઆત કરાઇ હતી છતાં યુવક દ્વારા સતત હેરાનગતિ ચાલુ રહી હતી. એ પછી યુવતીએ યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના કારણે પોલીસે તેને પકડીને અંદર કરી દીધો છે. પોલીસ હવે તેને કોર્ટમાં રજૂ કરીને તેના રીમાન્ડની માગણી કરશે.
અફઘાન યુવકે યુવતી ઈન્ટર્નશીપ વખતે બહાર જશે ત્યારે તેના મોં પર એસિડ નાંખી ચહેરો કદરૂપો કરી દેવાની ધમકી આપી હતી. યુવકે અંગ્રેજીમાં, તને એટલી હેરાન કરી દઈશ કે તું જાતે જ તારી જાતને મારી દઈશ અને તારી જાતને નફરત કરીશ તેમ લખ્યું હતું. યુવક વારંવાર મિસકોલ કરતો અને તેનો પીછો પણ કરતો હતો.
આણંદ: ગર્લ્સ હોસ્ટેલમાં રહી વેટરનરી કોલેજમાં ભણતી એનઆરઆઈ વિદ્યાર્થિનીને તેની કોલેજના જ અફઘાન વિદ્યાર્થીએ મોબાઈલ ફોન પર સેક્સની માંગણી કરી અશ્લીલ વિડિયો તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે એસિડ નાંખી ચહેરો કદરૂપો કરી દેવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ, અફઘાની યુવકે ફોન કરી બિભત્સ માંગણી કરવા માંડતાં યુવતી ત્રાહિમામ પોકારી ગઈ હતી. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. એ પછી યુવકે યુવતીના મિત્રના મોબાઈલ ફોન પર ફોન તેમજ મેસેજ કર્યા હતા. તેણે તેની પાસે રહેલા અશ્લીલ વિડિયો તેમજ તેના ફોટા તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી.
મૂળ આણંદની અને છેલ્લાં કેટલાંય વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલી 24 વર્ષીય વિદ્યાર્થિની છેલ્લાં 5 વર્ષથી આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. સામાન્ય રીતે વેકેશનમાં અમેરિકા જતી યુવતી ચાલુ વર્ષે તેની મિત્ર સાથે એનઆરઆઈ હોસ્ટેલમાં રોકાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -