રાજામૌલીએ કર્યુ 'બાહુબલી -2'નું નવા પોસ્ટર શેર, જાણો ક્યારે જોવા મળશે ટ્રેલર
આ નવા પોસ્ટરમાં એક તસવીરમાં કટ્ટપા એટલે કે સત્યરાજ બાહુબલી (પ્રભાસ)ને મારી રહ્યો છે, જે પાછલી ફિલ્મમાં હતું. જ્યારે બીજી તસવીરમાં કટ્ટપા બેબી બાહુબલીને તેડીને ઉભો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજામૌલીએ લખ્યું છે કે, “The boy he raised, The man he killed…”. રાજામૌલીએ જણાવ્યું છે કે, અમારા ડિઝાઈનરનો આ આઈડિયા છે. આ પોસ્ટર શેર કર્યા વિના રહી ન શક્યો.
‘બાહુબલી 2’ 2016માં રીલિઝ થવાની હતી. પણ હવે તે એપ્રિલ 2017માં રીલિઝ થવા જઈ રહી છે.
નવી દિલ્લી: એસ.એસ રાજામૌલીએ ‘બાહુબલી- ધ કન્ક્લુઝન’ના ટ્રેલર લૉંચની તારીખ શેર કરી છે. સાથે જ એક નવું પોસ્ટર પણ શેર કર્યો છે.
‘બાહુબલી-2’ના ટ્રેલરની રાહ બધા જ લોકો જોઈ રહ્યા છે. બાહુબલી-2નું ટ્રેલર 16 માર્ચના રોજ રીલિઝ થશે. ફેસબુક લાઈવ ચેટમાં રાજામૌલીએ કહ્યું કે થિયેટરમાં 16 માર્ચે 9થી 10 વાગ્યાની વચ્ચે ટ્રેલર લૉંચ થશે. જ્યારે ઈંટરનેટ પર 5થી6 વાગ્યાની વચ્ચે ટ્રેલર રીલિઝ કરવામાં આવશએ. હિંદી વર્ઝનનું ટ્રેલર પણ 16 માર્ચે રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -