ગુજરાતના ફિક્સ પગારદારોને અપાયો બીજો મોટો લાભ, જાણો વિગતો
૯ મહિના પછી તેના અમલ માટે વિભાગના નાયબ સચિવની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ થયો છે, જેમાં જણાવાયુ છે કે ”સરકારના કામ માટે ફિક્સ પગારે રખાયેલા તેવા પ્રત્યેક કર્મચારી કે જેમને કોઈપણ અધિનિયમ હેઠળ સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી તેવા કર્મચારીઓનો ભવિષ્યનિધિ ફાળો અચુકપણે કપાય અને તેમને સામાજિક સુરક્ષાના લાભ મળે તેનુ ધ્યાન રાખવામાં આવે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઈ ૨૦૧૫ અને ત્યારબાદ જુન- ૨૦૧૬માં પત્રો લખીને ગુજરાત સરકાર અને આધિન તમામ સંસ્થાઓમાં તમામ પ્રધ્ધિતીઓથી કાર્યરત માનવબળને સામાજિક સુરક્ષાનુ છત્ર મળી રહે તેના માટે ભવિષ્યનિધી અને પરચૂરણ જોગવાઈઓના અધિનિયમ- ૧૯૫૨ હેઠળ આવરી લેવા સુચના આપી હતી.
ફિક્સવેતન આઉટર્સોસિંગ, કોન્ટ્રાક્ટ આપતા પહેલા તેમની પાસે કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન અંતર્ગત ઈસ્યુ થયેલ પ્રોવિડન્ટ ફંડ રજિસ્ટ્રેશન છે કે નહી તેની ખાતરી કરવાની રહેશે. તેના માટે પ્રોવિડન્ટ ફંડના કપાતના દર કામદાર ભવિષ્યનિધિ અને પરચૂરણ જોગવાઈઓના અધિનિયમ ૧૯૫૨ હેઠળ તૈયાર કરાયા છે. જે સરકારના તમામ વિભાગો અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે. અનેકસ્તરેથી ફિક્સવેતનથી કરાર આધારિત ભરતીઓ થઈ છે.
ગાંધીનગર: સરકારે ફિક્સ વેતન નીતિમાં વેતનદરમાં વધારો કર્યા બાદ તમામ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા નિર્ણય કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગે રાજ્ય સરકારને આધિન તમામ વિભાગો, બોર્ડ- કોર્પોરેશન, સહકારી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને તમામ પ્રકારની ગ્રાન્ટ પર નભતી સંસ્થાઓમાં તેનો અમલ કરવા સ્પષ્ટ આદેશ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -