‘બાહુબલી’ ફિલ્મના આ એક્ટર પર લાગ્યો રેપનો આરોપ, 5 વર્ષથી આચરતો હતો દુષ્કર્મ
બંજારા હિલ્સ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે એક મહિલાની ફરિયા બાદ પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ એક્ટર પર લગ્નની લાલાચ આપી સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. વેંકટા પ્રસાદ આઈએમએએક્સના મેનેજર પણ છે.
હૈદ્રાબાદઃ હૈદ્રાબાદ પોલીસે ટોલીવુડ અભિનેતા વેન્કટ પ્રસાદની ધરપકડ કરી છે. વેન્કટ પ્રસાદ પર એક મહિલાને લગ્નની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લાગ્યો છે. બંજારા પોલીસે જણાવ્યું કે, વેન્કટ પ્રસાદ એક 35 વર્ષની મહિલાની સાથે રિલેશનશિપમાં હતો. બન્ને વચ્ચે શારીરિક સંબંદ પણ હતા પરંતુ મહિલાએ જ્યારે લગ્ન કરવાનું કહ્યું તો વેન્કટે ના પાડી દીધી હતી.
એક ન્યૂઝ વેબસાઈટનો દાવો છે કે આ પીડિત મહિલા આઈએમએએક્સમાં પ્રસાદ સાથે કામ કરતી હતી. આ દરમિયાન સાત વર્ષ સુધી પ્રસાદે મહિલાનું શોષણ કર્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે મહિલાથી દૂર ભાગી રહ્યો હતો આ એક્ટર.