Prabhas Birthday: 'બાહુબલી' પ્રભાસની આ વાતો તમે નહીં જાણતા હોય.....
પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના થયો છે. તેનું પુરૂ નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. પ્રભાસના પિતા યૂ. સૂર્યનારાયણ રાજૂ ઉપ્પાલાપાટિ ફિલ્મ પ્રોડ્યૂસર હતા. ત્રણ ભાઈ બહેનોમાં પ્રભાસ સૌથી નાનો છે. પ્રભાસ એક્ટર બનવા નહોતો માંગતો. પ્રભાસે અભ્યાસ હૈદરાબાદમાં કર્યો છે. તેની પાસે B.Techની ડિગ્રી છે. શરૂઆતમાં પ્રભાસ બિઝનેસમેન બનવા માંગતો હતો. પ્રભાસના કાકા કૃષ્ણમ રાજૂ તેલુગૂ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. તેના કહેવા પર પ્રભાસ એક્ટિંગમાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાહુબલી ભારતના ઈતિહાસની એક એવી ફિલ્મ બની ગઈ કે જેણે દુનિયાભરમાં 1700 કરોડ કરતા વધારેની કમાણી કરી. હિંદી સિનેમાની અંદર પ્રભાસે એવા રેકોર્ડ બનાવ્યા કે જેને વર્ષો સુધી તોડવા મુશ્કેલ લાગી રહ્યા છે.
2005માં રાજમૌલીના નિર્દેશનમાં પ્રભાસની ફિલ્મ છત્રપતિ રિલીઝ થઈ. આ ફિલ્મ સુપરહિટ થઈ. ત્યારબાદ પ્રભાસ તેલુગૂ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવી ચૂકિયો હતો. તેની ફિલ્મ યોગી, મુન્ના, બિલ્લા અને એક નિરંજન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે 2014માં અજય દેવગનની ફિલ્મ એક્શન જેક્શનથી પ્રભાસે હિંદી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મમાં તે ગેસ્ટ અપીયરેંન્સમાં હતો.
પ્રભાસે 2002માં તેલુગૂ ફિલ્મ ઈશ્વરથી અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ લોકોને પસંદ નહોતી આવી. આ ફિલ્મ ફ્લોપ નહોતી પરંતુ એવરેજ હિટ રહી હતી. પ્રભાસની 2004માં આવેલી ફિલ્મ વર્શમ સારી કમાણી કરી. આ ફિલ્મ વર્લ્ડ વાઈડ રિલીઝ થઈ અને પ્રભાસને સ્ટારડમ મળ્યું.
ફિલ્મનો ક્લાઈમેક્સ જાણવા માટે દર્શકોએ બે વર્ષ સુધી રાહ જોઈ હતી. 2017માં આવેલી બાહુબલી ધ કન્ક્લૂઝન રિલીઝ થઈ તો બોક્સ ઓફિસ પર તોફાન આવ્યું જેમાં બોલીવૂડના કિંગ ખાનથી લઈને દબંગ ખાનની ફિલ્મોની કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. લોકો પર પ્રભાસનો એવો જાદુ ચાલ્યો કે દેશ વિદેશના બોક્સ ઓફિસ પર ફિલ્મે ધમાલ મચાવી હતી.
મુંબઈ: ભારતીય સિનેમામાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'બાહુબલી'ને મોટા પડદા પર એન્ટ્રી કરી હતી. આ પહેલા ભાગ્યે જ રિજનલ ફિલ્મો ડબ થઈ હિંદીમાં રિલીઝ થતી હતી. 2015માં પ્રભાસ બાહુબલી બની દર્શકોને એક એવી દુનિયામાં લઈ ગયો જ્યાંથી કોઈ બહાર આવવા નહોતું માંગતું. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી હતી કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
- - - - - - - - - Advertisement - - - - - - - - -