નવી દિલ્હી: મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ અર્થવ્યવસ્થાને લઈને અજીબોગરીબ નિવેદન આપ્યું છે. સુરેશ અંગડીએ કહ્યું કે, ટ્રેન અને એરપોર્ટ ફુલ છે, લોકોના લગ્ન થઈ રહ્યાં, તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દેશની અર્થવ્યવસ્થા સારી છે.


કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ કહ્યું, અર્થવ્યવસ્થા દર ત્રણ વર્ષ બાદ સુસ્ત થઈ છે અને ફરીથી આ રફ્તાર પકડી લે છે. ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જલ્દી જ રફ્તાર પકડશે. તેમણે કહ્યું, કેટલાક લોકો પ્રધાનમંત્રી મોદીની ઈમેજ બગાડવા માંગે છે, તેથી આવી વાતો કરે છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ખૂબ સારું કરી રહી છે. તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે ખૂબ લગ્નો થઈ રહ્યાં છે. ટ્રેનો અને એરપોર્ટ ફુલ છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ આ પ્રકારનુ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, ફિલ્મો કરોડોનો કારોબાર કરી રહી છે તો પછી દેશમાં મંદી ક્યાંથી હોય ?