આ ફિલ્મ તોડશે બોલીવુડના કીસિંગ સીનનો રેકોર્ડ, જાણો કેટલી છે Kisses
આ પહેલા 2003માં આવેલી મલ્લિકા શેરાવત અને હિમાંશુ મલિકની ફિલ્મ ખ્વાહિશમાં 17 કિસિંગ સીન હતા. જેનો રેકોર્ડ બેફિકરે તોડશે. બેફિકરે આ વર્ષે 9 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલીવુડનો બાજીરાવ રણવીર સિંહ આવનારી ફિલ્મ બેફીકરે માટે ઘણો એક્સાઈટેડ છે. સાથે જ તેના ફેંસમાં પણ હવે આ ફિલ્મ માટે આતુરતા વધી રહી છે. રણવીર સોશિયલ મીડિયા પર આ ફિલ્મના પોસ્ટરો શેર કરતો આવ્યો છે. 9મી જુલાઈએ રણવીરે આ ફિલ્મનું ચોથુ પોસ્ટર શેર કર્યુ હતું.
ફિલ્મ મેકર્સનો દાવો છે કે બેફિકરેમાં કોઈ પણ બોલીવુડ ફિલ્મ કરતા સૌથી વધારે કિસીંગ સીન છે. બેફિકરેમાં 23 કીસિંગ સીન છે.
આ પોસ્ટરમાં તે કો-સ્ટાર વાની કપૂર સાથે દરિયા કિનારે કિસ કરી રહ્યો છે. બેફિકરેના દરેક પોસ્ટરમાં રણવીર સિંહ અને વાની કિસ કરતા દેખાય છે.
બેફિકરેને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા ડિરેક્ટ કરી રહ્યા છે. 2008માં રબને બનાદી જોડી ડિયરેક્ટ કર્યાના છ વર્ષના બાદ આદિત્ય ચોપરા આ રોમેન્ટીક કોમેડીનું દિગ્દર્શન કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -