Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
16 કરોડની કારના માલિક છે વિરાટ-અનુષ્કા, જાણો બન્ને પાસે કેટલી છે પ્રોપર્ટી
અનુષ્કાની સંપત્તિની વાત કરીએ તો તે અંદાજે 220 કોરડ રૂપિયાની માલિક છે અનુષ્કા. આવનારા થોડા વર્ષોમાં અનુષ્કાની કમાણી 30 ટકાના દરે વૃદ્ધિ કરશે. જ્યારે તેની વાર્ષિક આવકમાં 12 ટકાનો ગ્રોથ જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ પણ સંપત્તિના મામલે ખૂબ જ મજબુત છે. 42 કરોડની પ્રોપર્ટી, 18 કરોડનું રોકાણ, 9 કરોડની છ લક્ઝરી કાર મળીને વિરાટ પાસે કુલ સંપત્તિ 390 કરોડ રૂપિયાની આસપાસ છે.
વિરાટ-અનુષ્કાની જોડી જાહેરાતની દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બન્ને સાથે મળીને અનેક જાહેરાત કરી છે
અહેવાલ અનુસાર જાહેરાત માટે વિરાટ-અનુષ્કાની જોડીની ઘૂબ જ માગ છે. આમ તો વિરાટ, અનુષ્કાની ફિલ્મોમાં પણ રસ લે છે. તે અનુષ્કાની ફિલ્મોના શૂટિંગ દરમિયાન સેટ પર પણ જોવા મળે છે.
ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની અટકળો છે. જોકે બન્નેએ આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ 12 ડિસેમ્બર લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે. અનુષ્કા શર્માના પ્રવક્તાએ લગ્નના અહેવાલને ફગાવી દીધા હતા. જોકે અનુષ્કા પરિવાર સહિત વિદેશ રવાના થઈ છે. એરપોર્ટ પરની તસવીરો સામે આવી હતી.
5 કરોડમાં એક ફિલ્મ સાઈન કરનાર અનુષ્કા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 4 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. 36 કરોડ રૂપિયાનું તેનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે. અહેવાલ અનુસાર માત્ર અનુષ્કાની પાસે જ અંદાજે 5 કરોડની લક્ઝરી કાર છે.
વિતેલા ઘણાં વર્ષોથી એક બીજાને ડેટ કરી રહેલ આ જોડી પર્સનલ લાઈફમાં જેટલા સ્ટ્રોન્ગ છે એટલા જ પ્રોફેશનલ ફ્રન્ટ એટલે કે સંપત્તિના મામલે પણ છે. માત્ર લક્ઝરી કારની જ વાત કરીએ તો બન્ને પાસે જે કાર છે તેની કિંમત કરોડોમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -