બિગ બોસ સ્પર્ધક બેનફશાએ શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
abpasmita.in | 08 Sep 2019 03:50 PM (IST)
બેનફશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બિગ બોસ સ્પર્ધક રહી ચૂકેલી બેનફશા સૂનાવાલા ફરી એક વખત ચર્ચામાં છે. પરંતુ આ વખતે તે પોતાની સીરીઝ કે શોના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ બિકિની તસવીરોના કારણે ચર્ચામાં છે. બેનફશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. બેનફશાએ આ તસવીરો શેર કર્યા બાદ ફેન્સ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે. બિગ બોસની સાથે બેનફશા એમટીવી રોડીઝ 13ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. બેનફશા સૂનાવાલા નેટફ્લિક્સની ફિલ્મ ચોપ્સટિકમાં પણ જોવા મળી હતી. બેનફશા એમટીવી ચેનલ પર વીડિયો જોકી છે. એમટીવીના જાણીતા શો એમટીવી રોડીઝ 13મી સીઝનમાં બેનફશા સૂનાવાલા કરણ કુન્દ્રાની ટીમમાં હતી. બેનફશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.