નવી દિલ્હી- સિનેમા જગતમાંથી વધુ એક સ્ટારની વિદાય થઇ છે. જાણીતા એક્ટર અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) આ માત્ર 57 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. જાણકારી અનુસાર, અભિનેતાનુ મોત હાર્ટ એટેક આવતા થયુ છે. આ સમાચાર બાદ ટીવી અને ફિલ્મી જગતમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે, અને સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અભિનેતાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. 


અભિનેતાના પરિવારના સભ્યો અનુસાર, અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) ને બુધવારે એક શૉના શૂટિંગ દરમિયાના પેટમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો, ત્યારબાદ તેને ઘરે લઇ જવાયો અને સારવાર અપાઇ હતી. બાદમાં ગુરુવારે સવારે હાર્ટએટેક આવવાના કારણે એક્ટરનુ મોત નિધન થઇ ગયુ હતુ બંગાળી અભિનેતા અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) ના પરિવારમાં પત્ની એક નાની દીકરી છે. 




અભિષેક ચેટર્જી ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેને વર્ષ 1986 માં 'પથભોલા' નામથી ફિલ્મથી સિનેમા જગતમાં પગ મુક્યો હતો. આ ઉપરાંત ઋતુપર્ણા ઘોષની 'દહન' અને 'બારીવલી' અને 'મજૂમદાર' જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેને કેટલીય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ. 


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત