આ એક્ટ્રેસે સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, કહ્યું- ‘ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ ટેક્સી રોકી અને પછી....’
abpasmita.in | 12 Jul 2019 12:46 PM (IST)
સ્તિકાએ સોશિયલ મીડિયા પર આખી વાત પોસ્ટ કરી છે.
નવી દિલ્હીઃ ઉબર કેબ દેશભરમાં લોકપ્રિય છે. જોકે તેને લઈને વિવાદો પણ થતા રહે છે. કોલકાતાથી જ એક હેરાન કરી મૂકે એવી ઘટના સામે આવી છે. અહીં બંગાળી એક્ટ્રેસ સ્વસ્તિકા દત્તાએ આરોપ લગાવ્યો કે, જ્યારે તો શૂટિંગ માટે જઈ રહી હતી ત્યારે કેબ ડ્રાઈવરે તેને ખેંચીને કારમાંથી બહાર ફેંકી દીધી હતી. સ્વસ્તિકાએ સોશિયલ મીડિયા પર આખી વાત પોસ્ટ કરી છે. ડ્રાઈવરે કઈ રીતે ગેરવર્તન કર્યું એની કહાની સાંભળીને તમે પણ હેરાન રહી જશો કે એક ડ્રાઈવર આટલી હિંમત કઈ રીતે કરી શકે. સ્વસ્તિકાએ આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ કેબ રોકી દીધી અને કહ્યું કે ટેક્સીમાંથી નીચે ઉતરી જા. જ્યારે મે કહ્યું કે હું નહીં ઉતરૂ તો તે જબરદસ્તી તેની સાથે લઈ ગયો. એટલું જ નહીં પણ ડ્રાઈવરે મને ગાળો આપી અને ખેંચીને કાર બહાર કાઢી મુકી. આગળ અભિનેત્રી વાત કરે છે કે જ્યારે મે એના પર ગુસ્સો કર્યો તો મને ઘમકી આપવા લાગ્યો. મે જ્યારે મોટે મોટેથી બોલીને લોકોની મદદ માંગી તો ડ્રાઈવર કહેવા લાગ્યો કે હું મારા દોસ્તારોને બોલાવી લઈશ. જોકે તેણે બાદમાં પોલીસ ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.