નવી દિલ્હીઃ ગઇકાલે રમાયેલી વર્લ્ડકપ 2019ની બીજી સેમિ ફાઇનલમાં એક દૂર્ઘટના ઘટી. ઇંગ્લિશ બૉલર જોફ્રા આર્ચરે એક બાઉન્સર ફેંક્યો, તે સીધો સામે રમી રહેલા ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીના મોં પર જઇને વાગ્યો. આ બૉલ એટલો ઘાતક હતો કે કેરીના જડબામાંથી તરતર જ લોહી વહેવા લાગ્યુ હતુ. બાદમાં પાટપીંડી કરીને રમત શરૂ કરી હતી.



ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગની 8મી ઓવરમાં ઘટી. આર્ચરે 86 મીલ પ્રતિ કલાક એટલે કે 138 કિલોમીટરની ઝડપે બાઉન્સર ફેંક્યો હતો. આ બૉલ કેરીના જડબા સાથે જઇને વાગ્યો અને કેરીને લોહી નીકળવા લાગ્યુ હતુ. હેલમેટ પણ ઉછળીને કેરીના હાથમાં આવી ગયુ હતુ. આનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.