બેંગલુરૂના સંયુક્ત પોલીસ આયુક્ત સંદીપ પાટિલે જણાવ્યું કે કોટ્ટૌનપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અલ્વા ફરાર છે.
અધિકારીએ જણાવ્યું કે વિવેક ઓબેરોય તેના (અલ્વા)સંબંધી છે અને અમને માહિતી મળી હતી કે અલ્વા અહીં છે. એટલે કોર્ટનું વોરન્ટ લેવામાં આવ્યું અને સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાને ગઈ હતી.
પોલીસના લાગ્યું કે અભિનેતાને તેના ઠેકાણોઓ વિશે જાણકારી હોય શકે છે એટલે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે દરોડા દરમિયાન મળેલી જાણકારી અંગે નથી જણાવ્યું. આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો પુત્ર છે.
સૂત્રો અનુસાર, પોલીસ દ્વારા ડ્રગ્સની આપલે કરતા લોકો સામે એક મહિનાથી શરૂ કરેલા અભિયાન બાદ તે છેલ્લા એક મહિનાથી ફરાર છે. આ કેસમં કન્નડ ફિલ્મ અભિનેત્રી રાગિની દ્રિવેદી સહિત અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.