ટીવીની આ હોટ અભિનેત્રીને ઈસ્તંબુલમાં ટેક્સી ડ્રાઈવરે લૂંટી લીધી, જાણો ગુમાવી કેટલી રકમ?
અભિનેત્રીએ જણાવ્યું કે, જ્યારે હું મારા પર્સમાંથી યૂરો કાઢવા લાગી તો ડ્રાઈવરે મારા પર્સમાં હાથ નાંખ્યો અને યૂરો કાઢીને મને ટેક્સીમાંથી ઉતારી મુકી. બાદમાં જ્યારે મે મારું પર્સ તપાસ્યું તો જાણવા મળ્યું કે મારા પર્સમાંથી 1,000 યૂરો કાઢી લીધા હતા. મે આ મામલે ઇસ્તંબુલ પોલિસમાં ફરીયાદ પણ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌમ્યાએ જણાવ્યું કે, મેં શહેર જોવામાં એ પણ ધ્યાન ન રાખ્યું કે ટેક્સી ડ્રાઈવરે પોતાનું મીટર પણ ચાલુ કર્યું ન હતું. જ્યારે મેં તેને રૂપિયા આપ્યા તો બોલ્યો કે આ ચલણ નહીં ચાલે જ્યારે તુર્કીમાં યૂરો અને લીરા બન્ને ચલણમાં છે અને મને લાગ્યું કે તે યૂરો માગી રહ્યો છે.
સૌમ્યાએ મીડિયાને જણાવ્યું કે, જ્યારે હું ઇસ્તંબુલમાં ટેક્સીથી જઈ રહી હતી ત્યારે ડ્રાઈવર મારા પર રાડો પાડવા લાગ્યો કે તેના નમાજનો સમય થઈ ગયો છે. તેણે એકદમ રસ્તામાં ટેક્સી રોકી દીધી અને રૂપિયા માગવા લાગ્યો.
વિતેલા સપ્તાહે આ ટીવી એક્ટ્રેસ ઇસ્તંબુલ ગઈ હીત જ્યાં એક ટેક્સી ડ્રાઈવરે સૌમ્યા પાસેથી 1,000 યૂરો લૂંટી લીધી અને બાદમાં સૌમ્યાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ટર્કીઃ ટીવીની લોકપ્રિય કોમેડિટી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની અનીતા ભાભી (સૌમ્યા ટંડન)ને હાલમાં જ ઇસ્તંબુલમાં એક ટેક્સી ડ્રાઈવરે લૂંટી લીધી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સૌમ્યા રજા ગાળવા માટે તુર્કી ગઈ હતી પરંતુ તેમનો આ પ્રવાસ એક ખરાબ સપના જેવો બનીને રહી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -