iPhoneથી પણ મોંઘા છે Apple બ્રાન્ડના જૂતા, આજથી 15,000 ડોલરમાં વેચાણ થશે શરૂ
આ જૂતા પર ક્લાસિક એપલ રેનોબ લોકો લાગેલ છે. સફેદ રંગના આ જૂતાની સાઈઝ અમેરિકન પુરુષ માટે 9.5 છે. આ જૂતા એપલે ખાસ કરીને પોતાના કર્મચારીઓ માટે 1990માં બનાવ્યા હતા. આ પ્રથમ વખત નથી જ્યારે એપલ જૂતાનું વેચાણ કરવા જઈ રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2007માં એપલની એક આવી જ જૂતાની જોડી (સાઈઝ 8.5)ની હરાજી ઈબે પર 79 ડોલરમાં કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએનઈટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, હેરીટેજ આ જૂતા માટે ઓનલાઈન બોલી લઈ રહી છે. આ જૂતાની બોલી 15,000 ડોલરથી શરૂ થઈ રહી છે. હેરીટેજને આશા છે કે, આ વિન્ટેજ જૂતાના ઓછામાં ઓછા 36,000 ડોલર ઉપજશે.
મીડિયા અહેવાલ અનુસાર એપલ બ્રાન્ડના આ વિન્ટેજ જૂતાની જોડીને 11 જૂનના રોજ ઈ-કોમર્સ વેબસાઈટ ઈબે પર હેરીટેજ ઓક્શન દ્વારા લાઈવ હરાજીમાં વેચાણ માટે રાખવામાં આવશે.
સૈન ફ્રાન્સિસ્કોઃ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વભરમાં લોકપ્રિય આઈફોન બનાવતી ટેક્નોલોજી કંપની એપલ જૂતા પણ બનાવે છે. તમે 15,000 ડોલર (અંદાજે 10 લાખ રૂપિયા)માં શું ખરીદવાનું પસંદ કરશો 15 આઈ-એન્ડ એપલ આઈફોન કે એક જોડી એક્સક્લૂસિવ એપલ બ્રાન્ડના જૂતા. આ જૂતાને ક્યૂપરટિનો સ્થિત ટેક્નોલોજી દિગ્ગજ કંપનીએ અંદાજે 20 વર્ષ પહેલા બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -