Bigg Boss 12 ગોવામાં લોન્ચ, આ પ્રથમ જોડી થઈ સામેલ, જાણો વિગતે
ગોવામાં આયોજીત બિગ બોસ-12ના લોન્ચ ઇવેન્ટ સમયે ખબર આવી છે કે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા સેલેબ્રિટી કંટેસ્ટેંટ શો નો ભાગ બનશે.
બિગ બોસ સાથે જોડાયેલી એક-એક ખબર પ્રશંસકો માટે ઇન્ફોર્મેશન બની રહી છે. એવા સમયે સૌથી મોટી ખબર એ છે કે સલમાન ખાને બિગ બોસના ઘરની અંદર જનાર પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે શો ના હોસ્ટ સલમાન ખાનને પણ સ્પેશ્યલ પાવર મળશે. સલમાન આ વખતે કોઈપણ સ્પર્ધકને ઘરની બહાર જતા બચાવી શકે છે. જેથી આ વખતે બિગ બોસ ઘણો રસપ્રદ બને તેની પુરી સંભાવના છે.
નવી દિલ્હીઃ મુંબઈથી દુર ગોવામાં મંગળવારે બપોરે સલમાન ખાને પોતાના સૌથી મનપસંદ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 12 લોન્ચ કર્યું છે. આ વખતે ઘરના સભ્યો જોડીમાં જોવા મળશે, જેમાં આ જોડી ભાઈ-બહેન, મિત્ર, મા-દીકરી, બાપ-દીકરો અને પતિ-પત્ની તરીકે હશે.