કૉંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાયા, થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું
અમદાવાદ: 2019ની લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. મહેસાણાના પૂર્વ કૉંગ્રેસ સાંસદ જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા સમય પહેલાજ કૉંગ્રેસમાંથી રાજીનામું હતું. હજૂ બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં બીજો એક કૉંગ્રેસને ફટકો પડ્યો છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જીવાભાઈ પટેલે થોડા દિવસો પહેલાજ રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામું આપ્યા બાદ એવી અટકળો પણ ચાલી રહી હતી કે જીવાભાઈ ભાજપમાં જોડાઈ શકે છે. જે હવે તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જીવાભાઈ પટેલે 2004માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી નીતિન પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ તે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે જીવાભાઈને હરાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -