'બિગ બૉસ'માં પતિ સાથે હોવાથી પ્રેગનન્ટ થઈને બાળકનું પ્લાનિંગ કરીશ, કોણે કર્યો આ દાવો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીને આ શૉ માટે એક અઠવાડિયાના 50 લાખ આપવામાં આવશે. ભારતીને 30 લાખ તો હર્ષને 15 લાખ આપવામાં આવશે. દર્શકોને ચોક્કસ ભારતીનો આ નવો અવતાર ગમશે જ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને વધુમાં કહ્યું કે, બીગ બોસમાં એન્ટ્રી કરવાથી હવે હું ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ નહી લઉ. આ શોને મે 4 વર્ષ આપ્યા છે. શો ના ત્રણેય જજ કરણ જોહર, મલાઈકા, કિરણ ખેર સાથે મારી સારી બોન્ડીંગ છે. એ શો છોડવો પડશે એ વાતથી જ અપસેટ છુ.
હવે ભારતી સિંહે એક ઈન્ટરવ્યૂમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે, બીગ બોસમાં એન્ટ્રી પર ભારતીએ હસીને કહ્યુ કે હું ત્યા બેબી પ્લાન કરી શકીશ. ભારતી તેના આ શૉને લઈને ખુબજ ખુશ છે. કેમકે અહી તે તેના પતિ સાથે સમય વિતાવી શકશે. કેમેરા સામે ખાનગી જીવન લાવવાની વાત પર ભારતી થોડી ડરેલી પણ છે. ભારતીએ કહ્યુ કે એક ખોટુ પગલુ તમારી ઇમેજ ખરાબ કરી શકે છે. ભારતીએ કહ્યુ કે મારા અને હર્ષ લીંબાચીયા સાથે આ પિકનીક ટાઈમ ગણાશે શૉમાં અમે બંને સાથે હોવાથી ખુબજ મજા કરીશું.
દર્શકોને પેટ પકડીને હસાવતી કૉમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચીયા સાથે bigg boss 12માં પ્રથમ સેલિબ્રીટી કપલ હશે. આ વાતની જાણકારી ખુદ સલમાન ખાને ગોવામાં યોજાયેલા 'બિગ બૉસ 12'ના લૉન્ચ પ્રોગ્રામમાં આપી હતી.
મુંબઇઃ નાના પડદાના પૉપ્યૂલર રિયાલિટી શૉ 'બિગ બૉસ 12'ને શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે ત્યારે ફેન્સની દિલની ધકડન વધારી દે એવા સમાચાર સામે આવ્યા છે. કૉમેડિયન ભારતી સિંહે કહ્યું કે તે આ શૉમાં જ પોતાના બાળકનું પ્લાનિંગ કરી દેશે. 16 સપ્ટેમ્બરે આ શૉનું પ્રીમિયર કલર્સ ચેનલ પર આવશે, શૉની આ 12મી સિઝન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -