રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, અમદાવાદમાં 9, સુરતમાં 10 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા
રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણમાંથી બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં તો એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા રાજકોટ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. લોકોમાં પણ જાગૃત રહે તે પણ જરૂરી છે.
બીજી તરફ રાજ્યભરમાં સ્વાઈન ફલૂના કેસમાં વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં સાત દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના 10 કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બની ગયું છે.
અમદાવાદ: રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂ માથુ ઉચકી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના નવ દર્દીઓ સારવાર હેઠળ છે. 10 દિવસમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 22 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂના કેસ સામે આવતા તંત્ર એલર્ટ બની ગયું છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.