મુંબઈ: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. કારણ કે મોનાલિસા જટલી ફિલ્મોમાં એક્ટિવ રહે છે તેટલી જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ટીવી સીરિયલ 'નજર'માં ડાયનના રોલમાં જોવા મળતી અભિનેત્રી મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બ્લેક બિકિનીમાં મોનાલિસા પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. મોનાલીસાએ ઈન્ટાગ્રામ પર તસવીરો શેર કરતા વાયરલ થઈ છે.


મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. બિગ બોસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા તેની બોલ્ડ તસવીરો માટે સતત ચર્ચામાં રહે છે.


મોનાલિસા મદન સાથેના લિવ-ઇન રિલેશનશિપને લઇને ચર્ચામાં હતી. મોનાલિસા મદન સાથે જ કોલકત્તાથી મુંબઇ આવી હતી. મોનાલિસાએ ભોજપુરી ફિલ્મ્સમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા. મોનાલિસા 'સૈયા તુફાની', 'મેહરારુ બિના રતિયા કૈસે કટી', 'પ્રેમ લીલા' જેવી ઘણી ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે.

વાંચો: બોલ્ડ લુકમાં જોવા મળી આ એક્ટ્રેસ તો સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ