મુંબઈ: ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર પોતાના 7 વર્ષના કેરિયરમાં લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ભુમિ પેડનેકર હાલમાં પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. ભુમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂમિ અને જૈકી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ભુમિ જિમ સેશન બાદ જે કારમાં બેસીને જાય છે તેનું કનેક્શન જૈકી ભગનાની સાથે છે. એવું લાગી રહ્યું છે કે બૉલીવૂડનું આ લવબર્ડ પોતાના રિલેશનને દુનિયાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે ભુમિ પેડનેકર પહેલા જૈકી ભગનાનીનું નામ ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરા સાથે જોડાઈ ચુક્યું છે.