નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અને બદ્રી ફિલ્મ ફેમ એક્ટર વિજય ચંદ્રશેખર હાલમાં ચર્ચામાં છે. વિજયે પોતાની અપકમિંગ ફિલ્મ બિગિલના 400 લોકોને ક્રૂ ટીમને સોનાની વીંટી ગિફ્ટ કરી છે. આ વીંટી પર અંગ્રેજીમાં ફિલ્મનું નામ એટલે કે BIGIL લખ્યું છે.


વિજયનાં આ ખાસ કામની જાણ ત્યારે થઈ કે જ્યારે ફિલ્મનાં બધા સભ્યોએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં. એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિજય એક એક કરીને બધા સભ્યોને વીંટી પહેરાવી રહ્યો છે. ત્યારબાદ જે શખ્સ આ વીડિયો ઉતારી રહ્યો છે એ પણ પોતાનાં હાથમાં સોનાની વીંટી બતાવે છે કે જે તેને વિજયે પહેરાવી હતી. આ વીંટી પર ફિલ્મનું નામ BIGIL લખેલું છે.

જાણકારી પ્રમાણે વિજયે ફિલ્મની પુરી ટીમનો આભાર માનવા માટે આ પ્રકારની ખાસ ગિફ્ટ આપી છે. 13 ઓગસ્ટે જ્યારે ફિલ્મનું શુટિંગ પુરુ થયું ત્યારે વિજયે આ પ્રકારને બધાને સોનાની વીંટી ગિફ્ટ કરી હતી. બધા માટે આ એક પ્રકારનું સરપ્રાઈઝ હતું.