મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર 'ફેસ ઓફ એશિયા' અવોર્ડ જીત્યો છે. ભૂમિ આ અવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની ગઈ છે. ભૂમિને આ અવોર્ડ શુક્રવારે મળ્યો હતો. ભૂમિ 24મા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે' માટે ગઈ હતી. આ ફિલ્મ ત્યાંની કોમ્પિટિશન કેટેગરીમાં છે.


ભૂમિને આ અવોર્ડ કોરિયાની પ્રોમિનન્ટ ફેશન મેગેઝિને આપ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં આશરે 150 મેકર્સ હાજર રહ્યા હતા. અવોર્ડ એક્સેપ્ટ કરીને ભૂમિએ કહ્યું કે હું શોક થઈ ગઈ છું. આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત છે. મને તેની પર ગર્વ છે.




ભૂમિએ કહ્યું, હું એવી ફિલ્મોમાં કામ કરવાના પ્રયત્ન કરી રહી છું જે સમાજમાં ચેન્જ લાવવા માટે મદદરૂપ થાય. હું તમામ વિષયોમાં મારું પરફોર્મન્સ દિલથી આપું છું. હું ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ, પ્રોડ્યુસર એકતા અને રુચિકા કપૂર સહિત આખી કાસ્ટનો દિલથી આભાર વ્યક્ત કરૂ છું.