બિગ બીએ શું કર્યું ટ્વિટ
અમિતાભ બચ્ચને ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે, 'આદર, આદાબ, અભિનંદન, આભાર! અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવાનો છું. આ 2019ના વર્ષનું નવું અભિયાન... 'કૌન બનેગા કરોડપતિ.... કેબીસી' બહુ જલદી જ તમારા ઘરોમાં જોવા મળશે.
વાંચોઃ મદદ માટે આગળ આવ્યા અમિતાભ બચ્ચન, દરેક શહિદ જવાનના પરિવારને આપશે આટલી રકમ
12 વર્ષથી મોટા તમામ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે
જોકે હાલ એવી સ્પષ્ટતા નથી થઈ કે કેબીસીની આ સીઝનનું રજિસ્ટ્રેશન કયારથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 12 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ કેબીસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ શો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે. 19 વરસ પહેલાં આ શોની શરૂઆત થઈ છે અને તે દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે.
વાંચોઃ આતંકી હુમલાના વિરોધમાં બોલિવૂડે કર્યો મોટો નિર્ણય, જાણો વિગતે
શાહરૂખ પણ હોસ્ટ કરી ચુક્યો છે કેબીસી
ગયા વરસે જ કેબીસીની સીઝન 10 પૂરી થઈ છે. ભૂતકાળમાં શાહરૂખ ખાને પણ શોનું સંચાલન કર્યું હતું પરંતુ દર્શકોને અમિતાભ જેટલા પ્રભાવિત કરી શક્યો નહોતો.