મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. આ સ્થિતિમાં સુરક્ષા માટે વેક્સીન ખૂબ જરૂર  છે. આ મામેલે બોલીવૂડ સ્ટાર્સ ઘણા જાગૃત નજરે પડી રહ્યા છે. થોડા દિવસો પહેલા સલમાન ખાને વેક્સીનનો બીજો ડોઝ લઈને ઈદ મનાવી હતી. ત્યારે હવે અમિતાભ બચ્ચને પણ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે.


આ વાતની જાણકારી ખુદ બિગ બી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પી છે. જેમાં તેઓ કોરોના રસીનો બીજો ડોઝ લેતાં નજરે પડી રહ્યા છે. આ તસવીરના કેપ્શનને તેમણે શાનદાર રીતે લખ્યું છે. તેમણે લખ્યું, બીજો પણ થઈ ગયો. કોવિડવાળો, ક્રિકેટવાળો નહીં. જે બાદ તેમણે હસતી ઈમોજી મૂકી છે.


અમિતાભ બચ્ચને 1 એપ્રિલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને ટ્વીટર તથા બ્લોગ પર તેની જાણકારી આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે. તેમના પરિવારમાં અભિષેકને છોડીને બધાએ પ્રથમ ડોઝ લીધો છે. તે સમયે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે અભિષેકે વેક્સીન નહોતી લીધી.






ગત વર્ષે અમિતાભ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. આ સિવાય તેમનો પુત્ર અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા તથા પૌત્રી આરાધ્યા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.


અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જાણીતા ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ-13ની સાથે ટેલીવિઝન પર જોવા મળશે. ગત રાત્રે શોને લઈ બચ્ચને 6 સવાલ પૂછ્યા છે.


શું વરસાદથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું


Cyclone Tauktae: અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારે અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ


Coronavirus Cases LIVE:  ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો