વુમન્સ ડે પર અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા, ફેમિલી ફોટોમાંથી એશ્વર્યા ગાયબ
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. બંનેને એક દીકરી આરાધ્યા પણ છે.
અમિતાભ બચ્ચનનો ફેમિલી ફોટો.
પુત્રી સાથે અમિતાભ બચ્ચન
વુમન્સ ડેના અવસર પર બિગ બીએ તેમના ટ્વિટર હેન્ડલ પર એશ્વર્યાનો ફોટો કેમ શેર નથી કર્યો તે અંગે કંઈ લખ્યું નથી. પરંતુ તેમણે તેના હેન્ડલ પરથી ફેન્સનું સ્ટેટ્સ રિટ્વિટ કર્યું છે, જેમાં બચ્ચન ફેમિલીમાં એશ્વર્યા પણ નજરે પડી રહી છે.
અમિતાભે આની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોના માધ્યમથી મહિલાઓને ચેન્જ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
અમિતાભે ફોટા શેર કરીને લખ્યું છે કે, , On International Women's Day , an ode to women and to the women Champions of Swachh Bharat.
મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા, દોહિત્રી નવ્યા નવેલી અને પૌત્રી આરાધ્યા બચ્ચનની તસવીર શેર કરી વુમન્સ ડેની શુભકામના પાઠવી છે. પરંતુ આ તસવીરોમાં તેમની પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન દેખાતી નથી. વુમન્સ ડે પર અમિતાભે કરેલા બે ટ્વિટ ચર્ચાનો વિષય બન્યા છે.