છોકરીઓને વિદેશ વેચવાની તૈયારીમાં હતા અપરાધી, એક્ટ્રેસે કર્યો પર્દાફાશ, જાણો વિગત
જ્યારે મેં એક વ્યક્તિને પૂછ્યું તો તેણે આ બાળકોને તેમના પેરેન્ટ્સ પાસે યુએસ મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું. બંને બાળકીઓ ઘણી માસૂમ લાગતી હતી. મને આ લોકોની હરકત બરાબર લાગતી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ મેં ડીસીપીને જાણ કરી. તેમણે તાત્કાલિક પગલાં લઈને 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના નામ આમિર ખાન (26), તૈજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (35) અને રિઝવાન ચોથાની (39) છે.
મેં તે લોકોની નજરથી બચીને બંને છોકરીઓ સાથે વાત કરી તો ખબર પડી કે તેઓ ગુજરાતની રહેવાસી છે. તે લોકો મને છોકરીઓ સાથે વાત કરવાથી રોકતા હતા. બાદમાં મેં તેમને પોલીસ સ્ટેશન આવવા કહ્યું તો તેમણે ના પાડી દીધી. મેં ગમે તેમ કરીને પોલીસ સ્ટેશન બોલાવી. જે દરમિયાન એક વ્યક્તિ બાળકીઓને લઈ ભાગી ગયો.
પ્રીતિએ આ ઘટના અંગે જણાવ્યું કે, 4 માર્ચે બપોરે હું વર્સોવા ગઈ હતી. જ્યાં મેં ત્રણ પુરુષોની શંકાસ્પદ હરકત જોઈ. તેઓ સલૂનમાં બાળકીઓના મેકઅપને લઈ સ્ટાફને આદેશ આપી રહ્યા હતા. વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા અને યુએસ જવાની વાત કરતા હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બંને બાળકીઓને તેના માતા-પિતા અને સંબંધીઓ દ્વારા એજન્ટ્સને વેચી દેવામાં આવી હતી. આરોપીઓ તેમને અમેરિકા વેચવાની ફિરાકમાં હતા.પોલીસના કહેવા મુજબ, આરોપીઓ દ્વારા 5 ટિકિટ બુક કરાવવામાં આવી હતી. ટોળકીને દરેક છોકરીના બદલામાં એક લાખ રૂપિયા મળતા હતા.
મુંબઈઃ કંગના રનૌતની ફિલ્મ રિવોલ્વર રાનીમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રીતિ સુદે તેની બહાદૂરી અને સુઝબુઝથી બે માસૂમની જિંદગી બરબાદ થવાથી બચાવી છે. પ્રીતિએ મુંબઈમાં બાળકોની હેરફેર કરી રહેલી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ રેકેટ દ્વારા 2 માસૂમ છોકરીને અમેરિકામાં વેચવામાં આવી રહી હતી. પોલીસે પ્રીતિ સુદની મદદથી 4 એજન્ટ્સની ધરપકડ કરી છે. ચારમાંથી એક એજન્ટ રિટાયર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો દીકરો છે. બંને છોકરીઓની ઉંમર અનુક્રમે 11 અને 17 વર્ષ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -