અમિતાભ બચ્ચને કેમ આપી ટ્વિટર છોડવાની ધમકી ?
ટ્વિટર તેના ખાસ યુઝરને જતા રોકવા માટે શું કરે છે તેવું જોવું રસપ્રદ રહેશે. જોકે અમિતાભની ટ્વિટર છોડવાની જાહેરાત પર કંપની તરફથી હજુ સુધી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારના આંકડા પ્રમાણે શાહરૂખના 3,29,36,267 ફોલોઅર્સ છે, જ્યારે અમિતાભના ફોલોઅર્સની સંખ્યા 3,29,00,590 છે. અહેવાલ પ્રમાણે ટ્વિટર દ્વારા અમિતાભના ફોલોઅર્સની સંખ્યમાં 60,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વાતની બિગ બી નારાજ છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમયથી પીએમ મોદી બાદ ભારતના બીજા સૌથી વધારે ફોલો થતા વ્યક્તિ હતા. પરંતુ બુધવારના આંકડા બાદ હવે અભિનેતા શાહરૂખ ખાન બીજા નંબર પર આવી ગયા છે.
મુંબઈઃ બોલિવૂડની સાથે સોશિયલ મીડિયાના શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર સાથે છેડો ફાડવાનો સંકેત આપ્યો છે. બુધવારે રાતે તેમણે ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડી દીધા છે.
આ ઉપરાંત અમિતાભે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉલ્લેખ કરી ટ્વિટમાં આગળ લખ્યું કે, ‘આ સમુદ્રમાં અનેક માછલીઓ છે અને તે વધારે રોચક છે.’
અમિતાભે ટ્વિટ કર્યું કે, ‘તમે મારા ફોલોઅર્સ ઘટાડી દીધા છે. જે મજાક લાગી રહી છે. હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધીની સફર માટે ધન્યવાદ.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -