આ વ્યક્તિએ રજૂ કર્યું હતું ભારતનું પ્રથમ બજેટ, ગુજરાતીના નામે છે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ, જાણો વિગત
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર કે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતી મોરારજી દેસાઇએ 10 વખત બજેટ રજૂ કર્યું છે. જે ભારતના કોઇ પણ નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં સૌથી વધારે છે.
આઝાદી પહેલા 9 ઓક્ટોબર 1946થી 14 ઓગસ્ટ 1947 સુધી વચગાળાનું બજેટ લિયાકતઅલી ખાને રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ નાણા મંત્રી અરૂણ જેટલી આજે સંસદમાં જનરલ બજેટ રજૂ કરશે. ભારતમાં પ્રથમ બજેટ રજૂ કરવાનો શ્રેય એક અંગ્રેજ અધિકારીને જાય છે. જેમ્સ વિલસન નામના અધિકારીએ 18 ફેબ્રુઆરી, 1860માં વાઇસરોયની પરિષદમાં પ્રથમવખત બજેટ રજૂ કર્યું હતું. તેથી તેમને ભારતીય બજેટના સ્થાપક માનવામાં આવે છે.
નાણા મંત્રી અરૂણ જેટલી આજે બજેટ રજૂ કરશે.
આ સમયે ભારત અંગ્રેજોનું ગુલામ હતું. તેથી ભારતીય પ્રતિનિધિઓને બજેટમાં ચર્ચા કરવાનો કોઇ અધિકાર નહોતો આપવામાં આવ્યો. બજેટને લાગુ કરતાં પહેલા તેને સંસદમાં પાસ કરવું જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -