પિતા હરિવંશ રાયની કવિતા શેર કરીને બિગ બીએ મનાવ્યો સ્વતંત્રતા દિવસ, જાણો શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Aug 2018 10:19 AM (IST)
1
મુંબઈઃ દેશને આઝાદી મળ્યાને 71 વર્ષ પૂરા થઈ ગયા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના અંદાજમાં ફેન્સને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચને પણ પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા શેર કરીને ફેન્સને શુભકામના પાઠવી છે.
2
15 ઓગસ્ટના દિવસે જ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ શોલે પણ રિલીઝ થઈ હતી. બિગ બીએ શોલેના 43 વર્ષની યાદોને વાગોળતી જૂની તસવીર શેર કરી છે. આ તસવીરોના કેપ્શનમાં અમિતાભે લખ્યું છે કે ,આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ જણાવ્યા બાદ કંઈ લખવાની જરૂર નથી પડતી.
3
બિગ બીએ ટ્વિટર પોસ્ટ કરીને લખ્યું કે, “સ્વતંત્ર હૈ હમ; ઔર સ્વતંત્રતા દિવસકી અનેક શુભકામના; પૂજય બાબુજીની એક કવિતા ઈસ અવસર પે.”