ગત સીઝનથી અલગ હશે બિગ બોસ-12, જાણો શું હશે નવીન
બિગ બોસ-11ની વિનર શિલ્પા શિંદે બની હતી. દર્શકોને બિગ બોસની 12મી સીઝન શરૂ થવાની રાહ છે.
તાજેતરમાં જ બિગ બોસ હાઉસના ફોટા લીક થયા હતા.
આ વખતે શોના હોસ્ટ સલમાન ખાન હશે કે અન્ય કોઈ તેને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. હાલ સલમાન જ હોસ્ટ કરશે તેવી અટકળો થઈ રહી છે.
થોડા દિવસો પહેલા કલર્સ ચેનલે તેના ટ્વિટર હેન્ડલ પર ઓડિશન શરૂ થવા અંગેની જાણકારી આપી હતી. જેમાં જણાવાયું હતું કે બિગ બોસ-12 જલદી શરૂ થવાનું છે અને આ વખતે અમારે જોડીઓમાં કન્ટેસ્ટન્ટ જોઈએ છે. આ વખતે બિગ બોસના ઘરમાં ડબલ ધમાલ મચાવવા માટે તમારી સાથે એક પાર્ટનરને લેતા આવો.
બિગ બોસની 12મી સીઝન માટે જોડીદાર કોન્સેપ્ટ માટે તમે કપલ તરીકે જ ભાગ લઇ શકો તે જરૂર નથી. તમે સંબંધી, ભાઈ-બેહન, મિત્ર કોઈ પણ સાથે જોડી બનાવીને ભાગ લઈ શકો છે.
મુંબઈઃ બિગ બોસ-12નું ઓડિશન શરૂ થઈ ચુક્યું છે. આ વખતે ઘરમાં એન્ટ્રી લેવી ઘણી સરળ હશે. શોના મેકર્સ દ્વારા રિયલ લાઇફ ગે અને લેસ્બિયન કપલની શોધ કરવામાં આવી રહી છે.
બોલીવુડ લાઇફના અહેવાલ મુજબ, જોડીદારને કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને મેકર્સ શોમાં લેસ્બિયન અને ગે કપલને લેવા માંગે છે. જે આ શોમાં નવો મસાલો હશે. દર વખતે શોમાં LGBT કમ્યૂનિટીનો એક મેમ્બર જોવા મળે છે. પરંતુ આ વખતે મેકર્સ કપલને બોલાવવાનો પ્લાન કરી રહ્યા છે.