IPL 2018: મુંબઈએ જીતનું ખોલાવ્યું ખાતું, બેંગ્લોરને 46 રનથી આપી હાર
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમમાં મંગળવારે વર્તમાન વિજેતા મુંબઈએ આખરે ચાલુ સીઝનમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 46 રનથી હાર આપીને છેલ્લી ત્રણ મેચથી ચાલી આવતી હારની હારમાળા અટકાવી હતી. જીત માટે 214 રનના ટાર્ગેટનો પીછો કરતાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 92 રન નોંધાવ્યા હતા. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા આઈપીએલ 2018ની સતત ચોથી મેચમાં ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતા. મુંબઈ વતી કેપ્ટન રોહિત શર્માએ સર્વાધિક 94 રનનું યોગદાન આપ્યું હતું. રોહિતે 52 બોલમાં 180.76ના સ્ટ્રાઇક રેટથી 10 ફોર અને 5 સિક્સની મદદથી રન બનાવ્યા હતા.
ઉમેશ યાદવે બેંગ્લોરને મેચની પ્રથમ ઓવરના પહેલા અને બીજા બોલ પર વિકેટ લઈ શાનદાર શરૂઆત કરી હતી. એન્ડરસને પણ 2 વિકેટ લીધી હતી.
મુંબઈએ ટીમમાં એક ફેરફાર કર્યો છે, જ્યારે બેંગ્લોરની ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. મુંબઈએ અકીલા ધનંજયના બદલે મિચેલ મેક્લેનેઘનને સામેલ કર્યો છે. જ્યારે કોહલીએ પવન નેગરી, મેક્કલમ અને કુલવંત ખેજરોલિયાના સ્થાને અનુક્રમે સરફરાઝ ખાન, કોરી એન્ડરસન, મોહમ્મદ સિરાજનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે.
લુઇસે 42 બોલમાં 154.76 રનના સ્ટ્રાઇક રેટથી 65 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 બોલમાં 17 રન બનાવી અણનમ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -