‘ભાડું ચુકવવાના રૂપિયા નહોતા ત્યારે આ ગુજરાતી ક્રિકેટર આપ્યો સાથ’, બિગ બોસમાં શ્રીસંતનો ખુલાસો
શ્રીસંતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભવિષ્યને લઈ પૂછેલા સવાલનાં જવાબમાં જુમાનીએ કહ્યું કે, તે ક્રિકેટના બદલે ક્રિએટિવ ફીલ્ડ પર ફોક્સ કરે. શ્રીસંત છેલ્લા 7-8 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર છે. IPLમાં હરભજન-શ્રીસંત વિવાદ ખૂબ ચગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બિગ બોસ 12ના ઘરમાં દરેક સભ્યો એકબીજા પર ભારે પડી રહ્યા છે. શ્રીસંત અને રોમિલ ચૌધરી માઇન્ડ ગેમના મામલે સૌથી આઘળ છે. શુક્રવારે રાત્રે મેઘા અને રોહિત સામે શ્રીસંતે કેટલો સંઘર્ષ કરીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું તે અંગે જણાવ્યું હતું.
2004માં હું કેરળ રણજી ટીમમાંથી બહાર થઈ ગયો હતો. મારી પાસે રૂમનું ભાડું ચુકવવાના પૈસા પણ નહોતા. આ દરમિયાન મુનાફ પટેલે મારો સાથ આપ્યો. તેણે મારો ઉત્સાહ વધાર્યો હતો. ફેબ્રુઆરી 2005માં હું પણ ભાડું નહોતું ચુકવી શક્યો.
ઘણો સંઘર્ષ કર્યા બાદ ટીમમાં મારી પસંદગી નહોતી થઈ. તે સમયે એક મેચના હજાર રૂપિયા મળતા હતા. વર્ષના માત્ર 15 હજાર રૂપિયા મળતા હતા. ગુરુવારે ન્યૂમેરોલૉજિસ્ટ સંજય જુમાની બિગ બોસના ઘરમાં આવ્યા હતા. જ્યાં તેમણે શ્રીસંતને કહ્યું કે, ચાલુ વર્ષે કોઈ મોટા સમાચાર મળશે.
શ્રીસંતે કહ્યું, જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે સવારે સાડા ચાર વાગે ઉઠીને 16 કિલોમીટર સાઇકલ ચલાવી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જતો હતો. જે બાદ કપડા બદલીને સ્કૂલે જતો હતો. ત્યાંથી સાડા ત્રણ વાગે છૂટીને પરીથી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતો હતો. રાતે સ્વિમિંગ પૂલમાં જતો હતો. બાદમાં 16 કિમી સાઇકલ ચલાવીને ઘરે જતો અને હોમવર્ક કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -