Video: Bigg Boss 10માં શું હશે ટ્વિસ્ટ, સલમાને આપી આ ખાસ સલાહ, જુઓ પ્રોમો
abpasmita.in | 14 Sep 2016 11:23 AM (IST)
મુંબઈ: સુપર સ્ટાર સલમાન ખાન તેના વિવાદીત રિયાલીટી શો બિગ બોસની 10મી સિઝન સાથે આવી રહ્યો છે. તેના ફેંસની ઉત્સુક્તા વધારવા માટે પ્રોમોમાં શોના ટ્વિસ્ટની હિંટ આપી છે. આ પ્રોમોમાં સલમાને કહ્યું છે કે આ વખતે શોમાં નોન-સેલિબ્રિટીને એંટ્રી આપવામાં આવશે. અને બિગબોસના ઘરમાં આવતા તમામ લોકો જો કાવતરા કરશે તો ગેમમાં રહેવું તેમને અઘરું પડશે. તેઓ જેવા છે તેવા થઈને રહેશે તો ગેમમાં ટકી શકશો. ઉલ્લેખનીય છે કે આ વખતે પહેલી વાર બિગબોસમાં સેલિબ્રિટી ઉપરાંત સામાન્ય લોકો પણ આવશે. આ માટેની શોધ બિગબોસે શરૂ કરી દીધી છે. અને તે માટે અનેક લોકોએ વીડિયો મોકલી આપ્યા છે. જેમાંથી શોર્ટ લિસ્ટ કરીને પસંદગી કરવામાં આવશે.