અમદાવાદ: બાપુનગરમાં જાહેરમાં બે રાઉંડ ફાયરિંગ કરી ફરાર થયો શખ્સ, તપાસ શરૂ
abpasmita.in
Updated at:
14 Sep 2016 08:25 AM (IST)
NEXT
PREV
અમદાવાદ: બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. મહોમ્મદ ઈરસાદ નામના શખ્સ પર અલ્લારખા નામનો શખ્સ બે રાઉંડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. મહોમ્મદ ઈરસાદ તેના મિત્રો સાથે બેઠો હતો તે દરમિયાન કારમાં આવેલા અલ્લારખાએ મોહમ્મહ ઈરસાદ પર ફાયરિંગ કર્યું હતું. અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે..ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો..પોલીસે અલગ અલગ 4 થી 5 ટીમો બનાવી આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -