જાણો કોણે સલમાનને થપ્પડ મારવાનો કર્યો દાવો, બિગ બોસમાંથી હાલમાં બહાર કરવામાં આવ્યા છે
શો મેકર્સને ઓમે ધમકી આપી છે કે જો તેને શોમાં પાછો લેવામાં નહીં આવે તો તે શોની ફિનાલે થવા નહીં દે. શનિવારે વીકેન્ડ કા વારમાં વરિષ્ઠ પત્રકાર દિબાંગે ઓમ સાથેની એક મુલાકાત સમયની ફૂટેજ બતાવી હતી જેમાં ઓમે બિગ બોસના મેકર્સને ચેતવણી આપતાં કહ્યું છે કે હું માત્ર બે સપ્તાહનો ઇંતેજાર કરીશ. જો તેઓએ મને કોલ બેક નહીં કર્યો તો હું આ વર્ષે બિગ બોસની ફિનાલે નહીં થવા દઉં. ઓમને રોહન અને બાની પર પેશાબ ફેંકયા બાદ અને તેના અભદ્ર વ્યવહારને કારણે ઘરમાંથી ગેટઆઉટ કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ પહેલા સ્વામીએ ઓમે શો મેકર્સને હું ધમકી આપતા કહ્યું હતું કે, હું આ શોની ફિનાલે નહીં થવા દઉં. કલર્સ ટીવીના ખૂબ જ ચર્ચિત શો બિગ બોસની સિઝન ૧૦માં પોતાની ગેરવર્તણૂકને પગલે શુક્રવારે ઘરની બહાર ફેંકાઇ ગયેલા ઓમે શો મેકર્સને ખુલ્લી ધમકી આપી છે. શુક્રવારે તેણે સલમાન ખાન પર આરોપ મૂકયો હતો કે તે આઇએસઆઇ એજન્ટ છે અને ઘરમાં સ્પર્ધકોને ડ્રગ્સ પૂરું પાડે છે.
આ પહેલા સ્વામી ઓમે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમના બહાર આવવાથી ટીઆરપી શૂન્ય થઈ ગઈ છે. માટે સલમાન ખાન અને શોના મેકર્સ તેને પ્રાર્થના કરી રહ્યા છે કે વાઈલ્ડ કાર્ડ પ્રતિયોગી તરીકે ફરીથી શોમાં આવી જાય.
ઉલ્લેખનીય છે કે, ખરાબ વ્યવહારને કારણે વિતેલા સપ્તાહે સ્વામી ઓમને નોમિનેસન વગર ઘની બહાર કાઢવામાં આવ્યા હતા. આ પહેલા ડિસેમ્બરમાં સલમાન ખાને પ્રિયંકા જગ્ગાને ઘર છોડવા માટે કહ્યું હતું. કોન્ટ્રોવર્સિયલ રિયલિટી શો બિગ બોસની 10 સીઝનના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું હતું. સ્વામી ઓમને તો વિતેલા સપ્તાહે બિગ બોસમાં ગાર્ડ્સ મોકલીને બહાર કરવામાં આવ્યા હતા.
એ પણ દાવો કર્યો છે કે, તેણે સલમાનના મોઢે સિગરેટ બટ ફેંક્યું હતું. સ્વામીએ કહ્યું કે, સલમાને તેને સ્મોકિંગ એરિયામાં બોલાવ્યો હતો (જ્યાં કેમેરો ન હતો) અને સલમાન નશામાં હતો.
નવી દિલ્હીઃ સ્વામી ઓમને વિતેલા સપ્તાહે જ બિગ બોસ 10ના ઘરમાંથી બહાર કરવામાં આવ્યા છે પરંતુ પોતાના નિવેદનોને લઈને તે સતત ચર્ચામાં રહે છે. મંગળવારે એક પ્રેસ કોન્ફર્સમાં સ્વામીએ દાવો કર્યો કે બિગ બોસના નવા વર્ષના સ્પેશિયલ એપિસોડમાં જ્યારે સલમાન ખાન ઘરની અંદર આવ્યા હતા ત્યારે તેણે સલમાન ખાનને થપ્પડ મારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -