BIGG BOSS 11ની આ કન્ટેસ્ટન્ટે દેહ વ્યાપારને લઈને કર્યો મોટો ખુલાસો, ન્યૂડ ફોટોશૂટ માટે આવી હતી ચર્ચામાં

અર્શી ખાને વર્ષ 2015માં ખુલાસો કર્યો હતો કે રાધે માં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે. અર્શી ખાને આરોપ લગાવ્યો કે રાધે માંએ તેને પણ પોતાના ધંધામાં સામેલ થવાની ઓફર આપી હતી જેને તેણે નકારી કાઢી હતી. અર્શી ખાને વીડિયોમાં આગળની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જોવા મળે છે.
અર્શી ખાને સંદીપ પાટિલ નામના એક અધિકારીનું પણ નામ લીધુ છે જે તેમાં સામેલ હતા. તેણે જણાવ્યું કે હોટલના રૂમથી તેને કોઈ વુમન્સ સેન્ટર લઈ જવામાં આવી અને સવારે 7 કલાકે છોડી મુકવામાં આવી. જોકે, અર્શી ખાનના ખુલાસા પર વિશ્વાસ કરી ન શકાય કારણ કે તેણે આ માટે કોઈ મજબૂત પુરાવા આવ્યા નથી.
અર્શી ખાને જણાવ્યું કે, વર્ષ 2015માં એક ઇવેન્ટના મામલે તે પૂણે ગઈ હતી. રાત્રે અંદાજે 12-45 કલાકે તેના હોટલના રૂમમાં ક્રાઈમ બ્રાન્ચના 10 ઓફિસર આવી ચડ્યા અને ધરપકડ કરવાની ધમકી આપવા લાગ્યા. આઈડી પ્રૂફ અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા. ત્યાર બાદ છોડવા માટે 15 લાખ રૂપિયાની સાથે સાથે સેક્સુઅલ ડિમાન્ડ્સ પણ કરી. આ સમગ્ર ઘટના દરમિયાન અર્શી ખાનનો એક રેકોર્ડર ઓન હતું જેમાં પોલીસવાળાની તમામ કરતૂતો કેદ થઈ રહી હતી.
મુંબઈઃ બિગ બોસ 11ની એક કન્ટેસ્ટન્ટનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે દેહ વ્યાવપારના ધંધા સાથે જોડાયેલ ખુલાસો કરી રહી છે. અર્શી ખાને ખુલાસો કરતાં કહ્યું કે, જ્યારથી તેણે રાધે માંનો પર્દાફાશ કર્યો છે ત્યારથી તેને સેક્સ સ્કેન્ડલમાં ફસાવવાની યોજના ચાલી રહી છે.