PM મોદીએ કોને મળવા રોક્યો કાફલો, આ વ્યક્તિ કોણ છે?
આ બ્રિજ ઓખા અને દ્વારકા વચ્ચે 309 મીટર લાંબો હશે જેને જનતાં 30 મહિના લાગશે જેમાં 962 કરોડનો ખર્ચ થશે. અત્યારે બેટ દ્વારકા દરિયાઈ માર્ગે જવાય છે. આ બ્રિજથી તેને જમીન માર્ગે જોડવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર મોદી જામનગરથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા દ્વારકા પહોંચ્યા હતાં. મોદીએ દ્વારકાધીશ દર્શન કરી ચરણપાદુકાની પૂજા કરી હતી. ત્યારબાદ દ્વારકા-ઓખા સિગ્નેચર કેબલ સ્ટેટ બ્રિજનું ખાતમૂહુર્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરથી કાર્યક્રમના સ્થળે જઈ રહ્યા હતાં. ત્યારે તેમનો કાફળો રોકીને પ્રોટોકોલ તોડીને તેના 52 વર્ષથી મિત્ર રહેલા સંઘ પ્રચારક હરિભાઈને મળ્યા હતાં. તેઓ હરીભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસીય પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરીને આજના પ્રવાસની શરૂઆત કરી હતી. જામનગર એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલે કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -