સલમાન ખાનના મનમાં આવે છે લગ્ન કરવાનો વિચાર, પરંતુ આ કારણે પાછળ હટે છે, જાણો કારણ
આ અંગે વિકાસે કહ્યું હતું કે મને બીજાની એક્શનથી ડર નથી લાગતો પરંતુ મારા રિએક્શનથી ડર લાગે છે. સલમાને કહ્યું હતું કે ઘરેથી ભાગવાની કોશીશ તેમની કાયરતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પાની સાથે રિલેશનશિપ પર એપિસોડમાં સલમાન, વિકાસને સમજાવતા કહે છે કે તેણે આ બધી વાતોને દિલ પર ના લેવી જોઈએ કારણ કે આ એક ગેમ છે અને છેલ્લે તે એક મજબૂત વ્યક્તિ તરીકે ઉભરાશે.
આ અંગે શિલ્પાએ કહ્યું હતું કે બસ બહુ થયું. છેલ્લે સલમાને કહ્યું હતું કે તમારા બંન્નેના કારણે મારા લગ્ન થોડા વર્ષ માટે હું ટાળી શકું છું.
સલમાને આ બંન્ને વચ્ચેના ઝઘડાઓને ક્યૂટ કહ્યું હતું. સલમાને જણાવ્યું હતું કે મને લાગે છે કે મારા લગ્ન થઈ જશે પરંતુ જ્યારે પણ હું આ બંન્નેને જોવું છું તો વિચારું છું કે લાઈફમાં ક્યારેય પણ લગ્ન નહીં થાય કોઈ ચાન્સ જ નથી. પરંતુ જો તમે બંન્ને લગ્ન કરી લો અને તમારી જિંદગી સક્સેસફૂલ થાય છે ત્યારબાદ જ હું લગ્ન કરી લઈશ.
આગામી 27 ડિસેમ્બરે સલમાન ખાન 52 વર્ષનો થશે. સલમાનની ગણતરી દેશના ટોપ બેચલરમાં કરવામાં આવે છે. શિલ્પા-વિકાસ વચ્ચેના ઝઘડાઓને જોતાં સલમાન ખાને કહ્યું હતું કે, જો આ બંન્ને એકબીજાના પ્રેમમાં પડી જાય અને લવ સ્ટોરી સફળ થાય તો તેમને પણ પ્રેમમાં વિશ્વાસ થઈ થશે અને લગ્ન વિષે વિચારી શકે છે.
મુંબઈ: શનિવાર રાતે બિગબોસમાં સલમાન ખાને ઘરવાળાઓનાં જોરદાર ક્લાસ લીધા હતાં. આખા એપિસોડમાં વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદેની લડાઈ સૌથી વધારે હાઈલાઈટમાં રહી હતી. ઘરની અંદર બંન્નેએ એક-બીજાનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. શરૂઆતથી જ બંન્ને વચ્ચે ઝઘડો થતો રહ્યો છે. બંન્નેએ એક-બીજાને સામે-સામે આવીને એરિટેટ કરી દીધાં છે. શિલ્પાને કારણે પરેશાન થઈને વિકાસ ગુપ્તા ઘરમાંથી ભાગવા માટે પણ મજબૂર થઈ ગયો હતો. સલમાને એપિસોડમાં શિલ્પા-વિકાસના સંબંધને પોતાના લગ્ન સાથે જોડી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -