નવી દિલ્હીઃ ટેક્નોલોજીએ આમ આદમી અને સેલેબ્સ વચ્ચેનું અંતર તો ઓછું કરી દીધું છે પરંતુ સાઈબર ક્રાઈમે પણ અલગ મુશ્કેલીઓ ઉભી કરી છે. હવે એક્સ બિગ બોસ 12 કન્ટેસ્ટન્ટ સોમી ખાન સાઈબર ક્રાઈમનો ભોગ બની છે.
શનિવાર રાતે કોઈએ સોમીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધું અને તેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી. સોમીએ જણાવ્યું કે, ‘મને આ વિશે શનિવારે મોડી રાતે જાણ થઈ. હું સાઈબર સેલમાં ફરીયાદ કરી રહી છું અને એકાઉન્ટ રિકવર કરવાના તમામ પ્રયત્ન કરીશ.
સોમીની બહેન સબા ખાને પણ ‘બિગ બૉસ 12’ માં ભાગ લીધો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું કે, ‘હું તમને બધાને જણાવવા માગું છું કે, સોમી ખાનનું એકાઉન્ટ હેક થઈ ગયું છે એટલે જો કોઈ તેના એકાઉન્ટમાંથી ખોટી ન્યૂઝ ફેલાવે તો કૃપા કરીને સચેત રહેજો.’ સોમીના દોસ્ત અને ‘બિગ બોસ 12’ના કો-કન્ટેસ્ટન્ટ દીપક ઠાકુરે પણ લોકોને આ વિશે જણાવવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે.